કાષ્ઠે ખડકાયઈ  હયાતી
==============
હારેલા ઉમેદવાર જેમ નહી, કોડીલા વરરાજા જેમ
વાજતે ગાજતે જાન માંડવે એમ શ્વાસો કરો તૈયારી
ખાલીપો આવી રહ્યો, મરશિયાં ગવાય ફટાણાં જેમ
શેહેરમાં જગાની જરુર કરો ખાલી ભાડુઆતી હયાતી
સમેટો પથારી,ગાદી તકીયા સહીત પરત સાંપાવાની
સ્વજનોની સગાઈની સિમાઓ કુદવાની કરો તૈયારી
જુઓ તુફાન ઉઠવા પહેલાંના અણસાર રહ્યા ધસ મસી
જુદાઈનો ઘરેણાં પહેરી અવસર મ્હાલવાની કરો તૈયારી
ટેમ્પરરી સફરમાં કાયમી વસવાટના ભાવની આશાવરી
સમય સંજોગ સ્થળ નક્કી તોયે કાયમી વસવાટી તૈયારી
કાયમી ઘર બાંધવાના પ્રોજેક્ટમાં પરોવાયા સર્વે ભૂલી
ખુશાલીમાં સફરની સડકો પાર, કાષ્ઠે ખડકાઈ હયાતી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 2./4./2017
Advertisements