પાણી પત્થરો તોડી માર્ગ કરે
===============
અહીં વહેતુ છે પગરણ નું આવરણ
જુઓ રસ્તો સાફ નથી એનુ કારણ
મુંજવણ રસ્તો રોકીને બેઠી ઝંજાળ
પામવા કરીયે  બંધ આંખે જાગરણ
સવારે ખાલી હાથે ઉજાગરે અકારણ
સ્વપ્નો સાથે લઇ બંધ આંખે છે ભારણ
વધતી ચાલી છે માગણી ધોધ લૈ માથે
જયારથી એષણા સાથે કરી છે સમજણ
લાગણીના પૂરમાં તણાઇ ઉમંગો ઉછળે
નદીઓનાં નીર પાછાં શોધતા ફરે ઝરણ
અથડાયી ધારદાર બની પાણી તોડે ખડક
સરાણો બની સબંધની માર્ગ કરે સગપણ
દુન્યવી દસ્તુર છે અધમ જો વધી જાય અહીં
શાંતિ સ્વરૂપ વિકરાળ યાદવાસ્થળી મરણ
===પ્રહેલાદ્ભાઓ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 4 / 4 / 2017
Advertisements