હવા
==========
હવાને વળી કયા શાસ્ત્રનું મળ્યું  આવરણ
જીવતા રાખવાનું બન્યું અમોઘ ઉદાહરણ
એને કોઈ નહી દિવાલો બારણાં કે નગર
પાયા વગરની ઇમારતનું ઘડ્યું  હૈયાધારણ
એક વાતનુ પાકું તરણ હયાતીનું ઉદાહરણ
ઈજારો રાખ્યો છે આ જનમ મરણનું તારણ
શહેનશાહોને નમાવી જાય બીના આકાર
પ્રદેશ શર કરી  ઘર કરી જાય ગુંગળામણ
અણૂ પરમાણુ બોમ્બ બેઅસર કરી  જાય
સાયન્સ ટેક્નોલોજીના સીમાડા સાધારણ
વાહરે તારી લીલા વણ પુલના દોરી સંચાર
શુન્યાવકાસે કાયા કોડીયે અંકાય અકારણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 5/4/2017
Advertisements