ખાલીપો  છલકે આંગણ શેરીએ
===========
શુન્યાવાકાસ સાંપીને ગયા તમે મળ્યા જ્યારથી
ખાલીપો છલકાય કાળજે  જુદાઈની અદાઓથી
જુદાઈના પૂર એવા ધસ્યાં સતત સુનામીઓથી
હૈયે  કોઠાર ઉભરાઈ રહયા ઘયલ લાગણીઓથી
સદાને માટે જીવ સાથે જોડાયેલાં હતાં સેવાળશાં
સરવર સાથે સુકાયા મીન મીઠા જળની ભ્રમણાઓથી
દરિયો ખુંદવાના ઇરાદે શણગાર્યા શઢ અરમાનોથી
સ્મરણ થૈ સાપ્યું રણ આખું તરબતર  ઝાજવાઓથી
ચહેરાની આક્રુતિ આંખે  ઉભરી સામે અરીસો લઇ
પડછાયા પાછળ ઉભી હયાતી છુપી એ  ઘટનાઓથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 7 /4/ 2017
Advertisements