નીદ્રાગીરી
========
બન્ધ આંખે સફરનું પગરણ પળોજણ કરે
જિંદગીમાં નીન્દર પથારીમાં બીજું શુ કરે ?
હયાતીની આબરૂ  સફર હશે એવું માની
રાત દિન નિત્ય દુનિયાદારી  બીજું શુ કરે ?
ભેદી દિવાલો એષણાઓ પથારીએ ફર્યા કરે
બારી બારણાં ચાર દિવાલોનું ઘર બીજું  શુ કરે ?
દિન ચર્યા  ચિત્રોના સરવાળા બાદબાકી કરે
મટકાં પાંપણો ઉચકી ઝોકે ચડે બીજું  શું કરે ?
મીઠી નીન્દરનુ સુખ શલ કપટે અજમ્પો રાજ  કરે
એસી,પંખા,ફૂલગુલાબી સેજ ની હયાતી બીજું  શું કરે ?
એષણાઓ ચોકીદારી,પહેરેગીરી વિના ચુકવણે કરે
દુન્યવી શુખ ઘોર નીદ્રાગીરીની ફજેતી કરે બીજું શું કરે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  8 /4 /2017
Advertisements