મૂંઝવણ
======
સમય સિગ્નલ આપીને કે વિના સિગ્નલે
ભાન કરાવે અહીં વાગ્યા પછીની વેદના

અન્નના સ્વાદની તૃપ્તતા મળે સૂંઘવાથી કે
આરોગવા શબ્દો સાધે સંવેદનાની સાધના

પૂજા પાઠ, ભકિત ,દર્શન,માદળિયે દોરા ધાગે
મળે ઇશ્વર ? કે ઇસ્વરીય વર્તનને આરાધના

બોલે ? જન્મ્યા પછીનો ઇતીયાસ નર્યું સત્ય છે
વાણી વિલાસ ભવિષ્ય વાણીએ ન મળે ભવ્યતા

ઇચ્છા આધારે ભ્રમણ અનિચ્છાએ  ગ્રહણ
વાંઝણી મુખે વખાણ પ્રસુતિનું જૂઠાં પ્રમાણ

પ્રસુતીની પીડાનો નાદ  જીવ માત્રનો પર્યાય
ઠોકરોનો અભિસાર સફળતા તરફનો આધાર

સાતત્ય સત્ય પ્રયોગી જૂઠ બહારનું સત્ય બોલે
નિરન્તર ધાર્યુ કરવા જતાં બનતુ જાય નિરાધાર

નિર્દેશન મળે તુફાન ઉઠવા પહેલા ના અણસાર
હુ વિચારુ તુ વુચારે બધા વિચારે તે ન જનાધાર

નાશવન્ત હોવાનૂ જ્ઞાન લઈને કાયમીનું આસન
વહેવાર વર્તે હમેશાં જીવતાં રહેવાના અનુશાશન

નર્યુ વિરોધાભાસી સત્ય અસત્ય નું ગાણું અહીંનું
ખેવાના કયમી રહેઠાણની રાખે થઇ ને અનજાન
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 10 /4 /2017

Advertisements