સમજ સમજને પૂછે
=============
હયાતી હોવા પણામાં રહી ને ખોઈ સમજ
રફતારમાં સફર રહી ને સમજે  ખોયી સમજ
સજ્જન સત્સન્ગ સથવારે અંકાઈ સમજ
પડછાયા ઉચકી સભાએ ઉભરાતી સમજ
શ્રદ્ધા,અંધશ્રદ્ધ વચ્ચે ભેદ રેખા બાધે સમજ
બધા લોહીના રન્ગ લાલ એમ બોલતી સમજ
ભેદભાવ ની રેખા ધરતીએ કયો રાખી ?
સરહદો નક્કી કરતી સૌની વચ્ચે પડી સમજ
ના સમજ ની સમજમાં ઉલેચાય અન્ધારાં
અંધકાર પડવાથી સમજાય સુર્યની સમજ ?
અજવાળું પીએ બન્ધ આંખે જ્ઞાની સમજ
સમજ સમજને પૂછે, બુદ્ધીના દ્વારે ઉભી સમજ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 14 / 4 / 2017
Advertisements