લગ્ને લગ્ને  જુવારાં ના માર
===========
પહોંચ્યા ઘડપણ ના દ્વાર
યુવાની વાગોળે કર્મોના એકરાર
સાક્ષીએ બાર શાખ ફળિયાનો ભાર
લગ્ને લગ્ને  જુવારાં ના માર
ઘર ચોકમાં, જુવાનીએ જમાવટ
ઘડપણ શોધી ખુણા સમાય
પારણાં બાંધવા ઘોડિયો ઉછળે
લગ્ને લગ્ને  જુવારાં ના માર
ધક ધક જુવાનીએ ગવાય ગીતે ગમાણ
ટુકડે તુટતું મઝિયારુ ભીતે વધે ભાર
વહુ સાસુ  ફેરા ફરે નણંદે આધાર
લગ્ને લગ્ને  જુવારાં ના માર
નણન્દ ભોજાઈને બારમે ચંદ્ર
રિસાય ભાણાં રસોડે હડતાળ
ગ્રહ્શાન્તિએ અશાંતિ અનરાધાર
લગ્ને લગ્ને  જુવારાં ના માર
માણેક સ્તંભના બે ચાર સ્તંભ
સાથિયા સીધા પાખીએ ક્રોસ
ગણાય ગાણાં માલ મીલકતે ભાગ
લગ્ને લગ્ને  જુવારાં ના માર
મારુ તારુ મારુ,બોલે આખુ ઘર
બારોબાર વહેંચાય સહિયારો સથવાર
પંચાત બેઠી ભાઈ ભાઈએ દરાર
લગ્ને લગ્ને  જુવારાં ના માર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 18 /4/2017
Advertisements