અજાણે નિશાનો પડે   ……… ગીત
=========
તિમિરનૂ ધણ એકાન્ત ચરે
નિકળે કાળું  ધુમ્મસ ફરતે
દુનીયાદારીની નનામી નીકળે
પકડી પાલવ રાતનો
વિખુટી પાડે ધણથી સીમને.
શોર બકોરનો કરે  રકાસ,
સરીયામ. ખેતર શેઢે
પકડી પાલવ રાતનો
એકજ રન્ગમાં ચોપાસ ,
પહેરો ભરે અન્ધારે આવાસ.
તેતર ચકલાં ગુપ ચૂપ છુપે
પકડી પાલવ રાતનો
નિકળ્યા દુનિયાદારી ઓઢી
રાતના અન્ધારે કયોક આગીયા
જબુકે, ને રસ્તાના અણસારો આપે
પકડી પાલવ રાતનો
અન્ધારાં પીવાની ટેવે
ખરે અજાણે નિશાનો પડે
વાહ રે કુદરત તુ મને ત્યોજ મળે
પકડી પાલવ રાતનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 17 /4/2017
Advertisements