જનારા એક સરખા
=============
એકડા ઘુટ્યા, યાદ રાખવા ગણિતના
શૂન્ય થી સો સુધી બેઠા પછી મૂલવવા
એક ના બે, બેના ચાર,ચાર ના આઠમાં
સરવાળે ષેશની ખુમારી માણતા  ગયા
પાટી પેન લઈ જે સ્કૂલે નથી ગયા
એ ભણતરની પેઢીઓ ખોલી ગયા
પડેલાં પગલે ઉઝરડા રહયા શોભતા
પગલાં ની ભાતમાં પગલાં ભરતા ગયા
અર્થો ના દરબારમાં અર્થો મૂલવતા
કથાઓ યુગની ભૂત ભાવીની લીલા
સફરની રાહમાં સફરના સથવારા
માંચડે જણાયા એકસરખા જનારા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 19 /4/2017
Advertisements