પ્રેમ પાંખાય વૃદ્ધાશ્રમે
=============
શરમ ને દુર્દશા સાથે હોય છે સંબંધ એવા
જે  આયને અંધાપા આવે સંસારમાં કહેવા
દેખાવમાં આંધળા પ્રેમ સેવાનો હોય પૂજારી
તર્પણનાં હાથ ભરમાવે અંચળો સૌ  સજાવી
સાથ સેવાળ-પાણીએ  રૂપ જુદા જગે દેખાડી
અભરખા,આશીકી,તમન્ના,ગૈ,વેદના સૌ ગુજરી
જીવતા ચહેરાઓ આધાર,વીણ,આવાસો થકી
નિરાધાર વ્રુધત્વ, વ્રુધ્ધાશ્રમે ગણે દિવસો બાકી
ખબર અન્તરે વહાલાં કોક દી ખુદના જણ્યાના
સંબંધે મા-બાપના- વ્રુધ્ધાશ્રમે રહે થૈ અજાણ્યા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 22 /4/ 2017
Advertisements