સબન્ધો
======
બપોરે કોલુએ શેરડી જેમ પિસાય છે મીઠા સબન્ધો
હરાયા ઢોરે ખેતર ભેળી ધણ ચારી ખાય સીધા સબંધો
સીમા લાધી ત્યાં ઓળખાયા નજીકના વેરી સબન્ધો
સ્વાર્થના સિંહાસને છડી પોકારી રાજવટું ઘેરે સબન્ધો
કડવાશના ગ્રહણે તૂટે  મારા પણું લૂંટે ઘરના સબન્ધો
શીતળતા થકી બંધાયા  ઝેરના પારખે તૂટયા સબન્ધે
આ શુ કે પેલુ શુ નાં વિચારે ધોળાયા સહિયારા સબન્ધો
બે કાંઠા જોડતી કડીમાં સળંગ દૂરના બન્ધાયા સબન્ધો
સ્વપ્નોની યાદીમાં પૂરાય હકીકતે હંમેશા નંદવાય સંબંધો
આયખે પડેલી ગાંઠે વંચાય તકલીફે ઓળખાય  સબન્ધો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 24 /4 /2017
Advertisements