મોરનિન્ગ વોક
==========
ગળતી ઉમરના ધસારા સામે દોડે લેવા ટક્કર
કુત્રીમ યુવાનીઓ જજુમતી સવાર રેસે ચાલકો

નિદ્રા દ્વાર ઉગાડે રાતનો આરોગી પાછલો પહોર
સડકો સજાવે નિરમળ હવાએ જનાર વીર ચાલકો

ઉગાડે માથે તો કોઇ ખુલ્લા પગે ને બન્ધ મુઠીએ
ધારદાર ચાલ સાથે ઊંડા શ્વાસ લૈ દોડે સૌ ચાલકો

ડાયાબીટીસનાં લક્ષણે શરીર મપાયછે રોગનાં દર્દે
કરવા સર સ્વાસ્થને દોડે સૌ મધુ પ્રમયો લૈ ચાલકો

વહેલા પહોરની ગુન્જે આરતી,ભજન ઘન્ટનાદે થાળ
પરોઢ મળસ્કે દોડે સ્વપનો સ્વાસ્થ્યનાં સમય ચાલકે

ઘંટીઓ દળવું ભૂલી લોટ નેતરાં ભૂલ્યા હાથ વલોણે ‘ ઘી ‘
‘પાણિયારાં ભૂલ્યા બેડાં વણ પાણીએ નળે બંધાયાં  નીર

બપોરી ખાણે બ્રેક ફાસ્ટ ઉઠે નારીઓ માથે ચડે જયાં દિ
સ્થૂળકાય શરીરે જીવાય જંકફૂડ મધરાતી ખાણાં ખવાય
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 27 /4 / 2017

Advertisements