સમયે સમય સમજાતાં જીવી જવાય છે
=========
ગઝલો લખાય છે ને લખાતી રહે છે
જ્યાં લગી હદય છે એ દુખાતી રહે છે
હાડ પીન્જરોની ગણતરી કરતા રહો
ભૂખ ની શોહરત તો  સજાતી રહે છે
ધાર વિહોણું શસ્ત્ર છે ઉભરો ઠાલવવાનું
જે  દિલની દુખતી નસ દબાવતું રહે  છે
કલાપી ,મેઘાણી ,રમેશ ,કે હોય રવજી
સ્નેહ સબંધે લાગણીઓ સજાવી ગયા છે
ભક્તિ કરતાં પેટની ભૂખ મટતી નથી જે
સમયે સમય સમજાતાં જીવી જવાય છે
અહીં સાદું સીધું જીવન જીવવું અઘરું છે
એક  વૃત્તિ ધરાતે બીજી તરફ વળાય છે
એક વૃત્તિ હોતે તો આસાનીથી જીવી જવાતે
માખણિયા પર્વતની ઘેલસાએ વૃત્તિઓ રાંડે છે
===પ્રહેલાદ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 9 / 5 / 2017
Advertisements