પરિબળ નાં  બળ
==========
પરિબળ નાં બળ રહ્યા સબળ એવું કળ
અકળ વિકળ ના દ્વારે થી બહાર નીકળ
અમૂલ્ય માન જીવન વહેવારની પળેપળ
અહીં છે કડી કડી થી જોડાયેલી સોકળ
આવન જાવન રીતિ નીત નવુ શોધતી મળે
ફરી ફરીને રોજ અવતરે છે એની ગતિ ગળ
અહીં દસે દિશાએ પરખાણી બ્રહ્માંડની ભ્રુકુટી
કથાઓ નથી અજનબી પાત્રોની હેરા ફેરી ફળે
અભિમાને,પરખાણી જનોની વૃત્તિઓ છે જડી
પડ્છાયા લમબાયા પછીની ગતિએ જઈ નડી
સરકે પાણી  હાથ વગું જ્યા કરો તમે બંધ મુઠ્ઠી
નાવડી નાચી ઓટ ભરતીએ કદ આધારે ફળી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 15 /5/2017
Advertisements