” માં ” નાં, ઠપકાઓ
=============
મન મનાવી લઉ ખબર પડ્યા પછી
ખોવાયેલા ભાવે ચહેરો ખાય ચાડી

 

ડહાપણ શું કામનું ? રાંડ્યા પછીનું જાણી
તરવું ક્યાં ? સુકાઈ ગયા પછી નાં પાણી

 

કથા પારાયણ ગાવી મારે ‘માં’ ના પ્રેમની
ઠપકાઓ ગુમાવ્યા ની વેદના પછી જાણી

 

અહીં પ્રાયચીતને વર્ષો પછી વાચા મળી
આ લાગણીનું બચાવનામું લખ્યા પછી

 

કિંમતી સાબુએ સફેદ વસ્ત્રો ધોઈ પહેર્યા
જુના ફાટેલા સાંધેલાની ખોટ મને કળી

 

મા,નાં,પ્રેમ,અમૃત ભરેલા કટોરે ઘોળ્યાં
ઠપકાઓ,છૂપો,સાચા,પ્રેમના,દરિયે જડી

 

બંધક રેખા બહારના ઠપકે મીઠો વિલાપે
આઝાદીની તરાપ ‘માં ‘ની લક્ષ્મણ રેખાએ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 16 / 12 /2017

Advertisements