ભૂલ્યા ત્યાંથી ફરી શરુ કરો
=========
કેવું ઘર ચણી બેઠા ? દઈ તન રહેવાને
ખોળિયું આખું ધરી બેઠા ચૂંટી ખાવાને
ઉતર્યા મોભ,દરવાજે ઘર આખું રોકી બેઠા
ઘરના ને બાહર ધકેલી રફીયુજી કરી બેઠા
કરમની વાવણી એવી સફરને ઘેરી વળી
ખુદનું પકાવ્યું ખુદે ખરીદવું છે એવું રળી
ભૂલ્યા ત્યોથી શરુ કરો,એકડે એકથી કરો નવું
દલા તરવાડી ભાગો ખેત માલિકો બોલે એવું
અનુભવો લઇ જશે હવે મંજિલે પહાંચવા સુધી
પરદેશીઓ નું લોહી કદાપિ માટીનું થશે નહિ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 18 /5/2017
Advertisements