ભાગ્યના રહસ્ય નો પડદો
===========
રેખાના દરિયે નાવ દોડે વણ પાણીએ
પાણીના દુકાળે ઝાંઝવાને વરસાવીએ

તમે જેને હસ્ત રેખા કહો છો હાથની
ભાગ્યને નથી એના નસીબે દરકારની

જે છે તે નથીની અસરે ઉછળે કુદે અહીં
મુઠીનો વરતારો છે બંધ લીલા ભાગ્યની

ખુલી મુઠીની કીમતો કોડીએ ગણાઈ છે
બન્ધ મુઠીના કોયડા ખજાના અપાવે છે

રેખાના દરિયે નાવ દોડે વણ પાણીએ
પાણીના દુકાળે ઝાંઝવાને વરસાવીએ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 21 /5 / 2017

Advertisements