શબ્દોની વૈતરણી તરવી
========
શબ્દોના મર્ઝની અર્ચના શબ્દોમાં
દવા ઘાવની ઓળખાઈ શબ્દોમાં
ઘર્ષણો શબ્દોનો ઘડાતાં શબ્દોમાં
બની દુષણો યુદ્ધ ખેલાય  જનોમાં
શબ્દો ન વાંઝણા વંશવ વેલો રાખે
સાહિત્ય કલા પ્રસૂતિઓ પ્રસવતા
ઈશારા થકી મૌન તોરણે લટકતા
ભાષાને પરિભાષાએ લઇ મૂલવતાં
દઈ આશરો લક્ષા ગૃહેથી નીકળતા
શબ્દો ઢાલ થઇ મહાભારત મૂલવતાં
ટેક્વી શીર શબ્દ આરે વૈતરણી તરવા
અર્થોની હોડીએ ભાષાને જાઉં પામવા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 29 / 5 /2017
Advertisements