અવમુલ્યોનાં ભ્રમણે આક્રમણ
==========
કોઠે પડી ગયું મને  જળો જથાનું  જમણ
હયાતીની સફરે આળસ ઘરાનાનું  દુષણ
જલ્દી માલેતુજાર થવા મોહનું આભૂષણ
ભૂલ્યા  અસલી કુદરતી પ્રક્રિયાનું ભ્રમણ
આશની દિવાલે સ્થાપે વીશ્વાસે અવિશ્વાસ
ભીડના કોલાહલે નિઃશ્વાસે અવધિના શ્વાસ
સુખી નથી સુખી થયાના ડોળે સફરના શ્વાસ
લાગણીઓ કાલની ચીંતાના આભાસે આવાસ
હયાતી પોકારે સફરે ચડી જન જનની સોગાત
જીવતરે કર્યા છે અવમુલ્યોનાં ભ્રમણે આક્રમણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ 01 / 06 / 2017
Advertisements