વાગોળાય ધટનાઓ
=============
ભાષાની ઝોળીમાં ઝખ્મો ભરું પછી
લાગણી મૂલવાય ઘટના જોઈ જોઈ

કહ્યું મેં મને જુઓ માણો તમે દર્દ પછી
ઘટના બધી જ ઉભી તોરણો જોઈ જોઈ

 

ભીષ્મની વેદના લઇ ખૂંપ્યા તીર પછી
મહાભારતે છોડ્યા સબંધો જોઈ જોઈ

 

પાંખો ફૂટી મનેય આકાશ છોડ્યા પછી
વરસ્યાં નહિ તરસની તીખાશ જોઈ જોઈ

 

ડહાપણની દાઢ ફૂટી મન રાંડ્યા પછી
ખબરની ખેરાતે ધૃતરાષ્ટ્ર ઘટના જોઈ જોઈ

 

સાચા સ્ત્રોત સમજ્યાં સમય વીત્યા પછી
સુર્યની કિંમત જણાઇ અંધારા જોઈ જોઈ

 

વાગોળાય ધટનાઓ નિસહાય થયા પછી
નીર વહી ગયાં વંચાય નિશાન જોઈ જોઈ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 24 /7/2017

Advertisements