નિત્ય ક્રમ
=============
સવારથી કિરણો ધોધમાર ધસે યથાવત
રાત ભુક્કો થઇ દિવસમાં પીગળે યથાવત

 

સૂરજ નીકળ્યો ફરવા એમ યથાવત
અંધકાર ફીણ જેમ ઓગળે યથાવત

 

પથારી મૂકે એમ ઘરખુણે બેઠી યથાવત
સઘળો માહોલ,ધંધાની ધમાલે યથાવત

 

દહાડે શોરબકોર પડકારે શાંતિ યથાવત
નીત્યક્રમની સવારી ઉપડે રળવા યથાવત

 

સ્વાસની ખલેલ આવન જાવન યથાવત
જન્મ્યા પછીની આ દુનિયાદારી યથાવત

 

વેર વસુલાતે ઈર્શ્યા રહી ઈજાફે યથાવત
હૃદયે શાંતિ ન મળે સતત અશાંતિ યથાવત
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 28 / 7 /2017

Advertisements