ન્યાયાલયોથી ન્યાય ઘણો દૂર
================
કવિની કલ્પનાની આંટીગુટી થી મોટા ઘૂંચડે
ન્યાયની વિધિ જીવતાને મારે મરેલાને જીવાડે

 

બધુજ સારું હોવુ એવા ભાવની સમજણ ને
મર્યાદાની રેખાનું ગ્યાન યોજનો દૂર ભગાડે

 

હિત અહિતની જુગલબંધી માં ન્યાય દઝાડે
દુનિયાદારીના ખેલમાં ખેલન્દા સત્યને રંજાડે

 

સંસારની આંટીગૂટી ભજવનાર કર્મો આટે પાટે
મત મતાંતરના યુગમાં એક મત અજાણ્યા હાટે

 

હોય જ્યાં એક મત અનાયાસે તરી જાય વૈતરણી
સફરના કાફલે મતે મતે માંતીર્ભીન્દાની ઉજાણી

 

દુનિયાદારીના ખેલમાં ન્યાયાલયોથી ન્યાય ઘણો દૂર
ક્યોક હિમશીલાની ટોચ તો ક્યાંક સમતલે બજે નૂપુર

 

સંધાય કોઇ કારણ, ત્યો સંસાર મૂલવાતો દેખાય
શાન્તી માટે ક્યાંક કોમ્પ્રોમાઇજિ સમજુતી દેખાય

 

સંસાર પોત પોતાની હયાતીમાં ભજવાતો ભણાય
ન્યાયના પૂથ્થકરણમાં ઠોસ પૂરાવે અનીતિ અંકાય
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 30 /7 /2017

Advertisements