લોકશાહીની મજાક ની હાટડીઓ
================
બિલાડી ટોપ જેવા ઉગી નીકળ્યા ચુંટણી ટાણે
દૂધના ઉ ભારા જેવા પ્રખર પહેરેદારો પાર્ટી નામે

 

ઠાલાં પોલાં વચનો વહેચાય ને વેચાય પ્રજા કાજે
આભાસી હેતના આ લૂલા વચનો છે વાણી નામે

 

શબ્દ મોહમાં ઓગળી એક વખત આવી જાવ
વોટના વેપારી કોલે મહોર મારી બંધાઈ જાવ

 

વાણીમાં સુખી થયાના આશ્વાસનો લઇ જાવ
પાંચ વર્ષનું અમારે રળવાનું દાન સૌ દઈ જાવ

 

સગાં સામટે ફરી પાચવર્ષનું પેકેજ લઇ જાવ
ભૂખ્યા પેટે મજુરી કરવાનું નૂતરું સૌ લઇ જાવ

 

લોકશાહી એક ને માલિકો અનેક આવી જાવ
વેચાય છે બિચારી, નાં બચાવનામાં લઇ જાવ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 4 /8/2017

Advertisements