મરશીયાં ની વાણી ની કહાણી
==========
મળે ટોળે નારીઓ અડોસી પડોસી સગાં રડે સૌ સહોદરાઈ
આંગણ આંસુઓથી લથબથ બોલે ઊંચા સાદે મોતની વધાઈ

 

અમર થઇ સ્વર્ગે સીધાવેલ રાજવીની વંચાય લાંબા સાદે સગાઇ
પ્રસંગોની પ્રસવ લીલાની તવારીખે ગાવાય ગાણાં ગીતે ગૂંથાઈ

 

બહાદુરી,જાહોજલાલીના વશ્ત્રો પહેરી શાબ્દો મૂકે પોકે ભરાઈ
ઘર ચીરતી ઘેર હાજરી,કુદે સન્નાટાના તાડવે ચોક ભૂલે સગાઇ

 

મરસીયો મોભે ચડી વાગોળે કહાની જીવતરની વાડી વિસરાઈ
ગયો મૂકી રાજવટુ,ખેલ બંધ ના,પ્રસ્તાવે,વાડી ચડે અભરાઈએ

 

સ્વજનો બાર દિ’નાં શોક પ્રસ્તાવે મળી ઉજવણે નાંધ લખાઈ
તેરમે મુખ મીઠું ભૂલે નાંધની નાંધણી વાહ મરશિયાંની વધાઈ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 13 /8/2017

Advertisements