Category: ગઝલ


દેશનું પહેલું પરિવાર
===========
એવું ન સમજો કે આ અમારી લાચારી છે
આ ક્વીતામાં દેખાય એજ ખુમારી છે

મૂકી નથી દીધો હથિયાર હેઠાં ખખડાવી
એ સજાવી રાખ્યો છે સંજોગ જગાડી

પડશે એવું જ દેવાશે, નમ્રતાએ તો ઈતિયાસ રચ્યા  છે
કુક્ર્મોએ , ક્ઠોર્તાએ , લુચ્ચાઈએ ખોટો ઇતીયાસ ખીરીદ્યા છે

શું સાચું શું ખોટું એ આવનારી પેઢીઓ જ નક્કી કરતી હોય છે
વર્તમાન તો  ઐયાશ કે એશ કરતો હોય ,કે ,રીબાતો હોય છે

પૂરાવા  એક નહિ  હજારો મળે છે લુચ્છાઈ ,નાગાઈ  અનીતિના
છૂપાયે ન છુપતા પરિણામો સામે છે દેશના પહેલા પરિવારના
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements

આ જાત્રા ફળી છે ?

આ  જાત્રા ફળી છે   ?
========
લખવા ક્યા નીકળ્યો છું કિતાબમાં  ?
ના,શબ્દો ની લટાર મારવા નીકળ્યો છું

સમીકરણો સ્વાર્થ ના  આક્ષપો કરે
ત્યાં, પિપાસા ઝૂરતી ઝગડતી જોવા નીકળ્યો છું

પંડિતાઈ ચૂપ ના રહી શકી ટોળામાં
ત્યાં અહંના  જવાબો સાભળવા નીકળ્યો છું

કાંઠા વગરની  સૂકી સરસ્વતીમાં સ્નાન કરી
ને,બુદ્ધિના ટૂવાલે પટની ભીનાશ લેવા નીકળ્યોછું

આ કેવી જાત્રા ફળી છે બે સમૂહ માં
અહી,પત્થરો સાથે લોહીની સગાઇ જોવા નીકળ્યો છું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

હાડપીન્જરોય  શું રહે  છે  કે  નહિ  ?
=============
ક્યા સુધી મારી થપ્પડો ગાલ પર રાખી શું લાલ ?
આ ભૂખનો ધસારો કેટલો કે ધરતીય  ખોદાવાં લાગી

સમુળગી પ્રાકૃતિ હવે લાગી હાથ,બાકી જે બચી છે
ભારત દેશ નામ કરતાં,’લુટાતો દેશ’ હોત તો શું ખોટું ?

વિદેશીઓ તો આવ્યા ને ગયા લુટી  ,મુકીને વંશજોનાં પંજા
દેશીઓને વંશજો ભેગા મળી,સાથે રાખ્યા જયચંદો દંગા

આ ભૂમિને લુંટાવાનું કોઈ વચન ફળ્યું કે શું કે કોઈ શ્રાપ ?
લોહી તો હતું એય ચુસાયું હાડપીન્જરોય  શું રહે છે કે નઈ ?

નિત નવા કલેવરે જયચંદો જન્મે માતની શાખ લુંટવાને
વિદેશી સહકારે દેશને ડગાવે કેજ્રીઓ નાં કામણ ગારે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

કલ્પનાઓ નો ઘર

કલ્પનાઓ નો ઘર
==========
બે,કિનારા  વચ્ચે,રહ્યા ફરી, આધાર
કલ્પનાઓનાં ઘર ને હકીકતોમાં ઘર

હકીકતોના ઘરને પ્રમાણો માં પગરખાં
કલ્પનાઓને તો બે સુમાર અમાપનાં

ન રોક ટોક,ન બંધન,ન મર્યાદાની વાડ
સરહદ વીણ શબ્દોને માલિક જમાદાર

ધરા  વિહોણી ભૂમિ પર રાજ્યાશ્રય
બધુજ કંટ્રોલમાં,ન કોઈ દખલન્દાજ

ન ઝૂરવું,ન વિરહ,ન વેદના ન અસંતોષ
ભોગવે,કલ્પનાઓના  સર્વે  ભંડાર

ન આધી, ન ,વ્યાધી, ઉપાધી,ન બોંધ ન છોડ
જનોય રહે  કહ્યાગરા,કોઈ તોડ,ન,ફોડ ન જોડ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

તપાસ કર

તપાસ કર
========
થયો છે જે વહેમ ખોવાયાનુ કઈક
મળી જસે સરનામુ પાકુ તપાસ કર

તારામાં સઘળુ છુપાયેલુ કંઈક
ઊંડે ઉતર મળી જશે તપાસ કર

સંબંધોના બંધનો જ બંધાયા કઈક
મોહ છોડ મળસે મુકામ તપાસ કર

નહી કહેવાનું કહી, કહ્યા કરે બધું
છોડી મુકી અમજસ,તપાસ કર

અસ્તીત્વ ઇતીયાસ બને,તે, પહેલાં
મેળવવા શસક્ત મનની તપાસ કર

જાણ્યા પહેલા કહાની બની જસે
પેન લઇ કોરા કાગળની તપસ કર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

આદત માથે લીધી
=========
માપ તોલ ગઝલ કે કાવ્યની  ખબર નથી
આવી વસી  ઉચ્ચક લખાણે આદત અમથી

હુ મને માપુ કે સરાણે ઉતરૂ ખબર નથી
જીવન્ત રાખવા દર્દ પડી આદત અમથી

પાછું વળવાને મારગની ખબર અંતર નથી
ખોટો તો ખોટો ભલે,પડી આદત માથે લીધી

કાચો કમળ કાચી માટીએ ? કાંઈ ખબર નથી
લીધી સમજ પાકી જાણી આદત હાથ  અમથી

શું ભાવ ?  શું લાગણી ? શું વેદના ? શું વિચાર
ઉદ્ભવતા રોકવા એ આતંકવાદી અભિગમ અસાર

હા કટુ વાચ ,ઈર્ષા દ્વેષ ભાવ ભાષાની માર્યાદામાં
રહીને  લખેલ એ,ભાષાને, ભાષામાં ન અંકાય  ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

શરમાવે સબન્ધો વૃદ્ધાશ્રમે
=============
જ્યાં આયનો બને પ્રતીબીમ્બે અંધ
બે શરમને દુર્દશા સાથે સીધો સંબંધ

બચપણનાં અરમાનો  હતા હકબંધ
તર્પણમાં મળ્યો ભરમાવો અપંગ

સાથે મરે સેવાળ-પાણી, જુઓ સંબંધ
આશીકી સભર વેદના કેવો સંબંધ ?

ચહેરાએ,આધાર,વીણ,આવાસે સંબંધ
નિરાધાર વ્રુધત્વ,વ્રુધ્ધાશ્રમે બાધે સંબંધ

ખબર અન્તર વહાલાંની કોક દીનો સંબંધ
શરમાવે સબન્ધો વ્રુધ્ધાશ્રમે  કેવો સંબંધ ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

અજવાળાં ને અંઅધરાં ની ચીસો
============
પડઘઓને શબ્દોની જાળમો સંઘરી જો શક્યો હોત
વાદળ છાઇ વર્ષાને નેવે વરસાવી જો શક્યો હોત

લાંબા ઠેકડા ભરતા પડસાયા બાંધી જો સંગ્ર્યા હોત
અજવાળાં અંધારાની ચીસો શાંભળી જો શક્યો હોત

કોરા ભીના વાદળોને નેણમાં પૂરી જો સંગ્ર્યો હોત
અવાજના બઝારે મૌનમાં પડ્ગાઈ જો શક્યો હોત

ભાવનાઓ જોઈ ને ભોગવી જો શક્યો હોત
જે નથી તે સતત મેળવી જો શક્યો હોત

સફરમાં અછતની આબરૂ રાખી જો શક્યો હોત
મનોદશાને જીવવાની જડી બુટ્ટી મળી જો હોત
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વેદના ગઝલની
==========
ચેતનાની જાણ,હલન ચલન
વેદનાની નાડ જાણે ગઝલ

પ્રકાસ અંધકારથી બેખબર
વાંઝણી શું,જાણે પ્રસુતીનું દર્દ

કેફ ઘોળી ઘોળી પી જવાનું
છે ગઝલ એક એવું વસાણું

દર્દનું બાણ ઉતરે હદય સોસરું
નીચોવે લોહી વેદનાનું જબરું

મ્હેકી ઉઠતી ઉદાસીની વાણી
ખોલે દ્વાર ગુમસુદાનાં વાણી

અંતરિયાળ હદયના  ઝંઝાવાત
પીએ,કટોરી મીઠા ઝાહરની જાત

અર્થોના રહસ્ય રદીફ થી કાફિયા
મર્મના પડકાર સોભાવે કાફિયા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સમય ની સાથે ચળકતો ગયો
================
સમય થી હું છેતરાતો ગયો
મને એ રીતો ઓળખતો ગયો

સમજણ પરથી કાટ ઉતરતો
હું કાટ થકી પરખાતો ગયો

સમજતો,આવડ્યું છે ત્યારથી
હું કેવો મને  છેતરતો ગયો

જન્મથી મરણ સુધીની સફરે
અહીજ કેવો ,વેતરાતો ગયો

પહેલેથી કયો ખબર હતી ને
સમય સાથેજ પરખાતો ગયો

આ ખેલ જ રહ્યો છે સમયનો
સમજ્દારીએ સમજતો રહ્યો

જેમ જેમ કાટ ઉતરતો ગયો
તેમ તેમ હું ઉજળો થો ગયો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ