Category: ગીત


ગીત ગજલ ની ગાડી।…………………. [ગીત ]
=========
ગીત ગજલ ની ગાડી મારી ગીત ગજલ ની ગાડી
શુક શુક કરતી વાટે વિચરતી
વાડી વીંધી ધણ ધણતી દોડી

વૈશખી વાયરે બપોરી તડકો તેડી કોયલ ટૌકે દોડી
અડધા પડધા તડકે પડછાએ ઢોર બેસાડી દોડી
ગીત ગજલ ની ગાડી મારી ગીત ગજલ ની ગાડી

જીવન બર્થે મુસાફરી  ચડભડ પ્રસંગ પ્રસવે ફરતી
મારું તારું અહીં તહી કરતી, શબ્દો ઝીણા દળતી
ગીત ગજલ ની ગાડી મારી ગીત ગજલ ની ગાડી

અમારી ભૂલી પડેલી મુસાફરી લઇ ફરતી
દળતી  ભાવો ચરતી વંસ વેલે ચડતી ફરતી
ગાર્ડ વિહોણા સ્ટેશને ગોથો ખાથી યાર્ડે યાર્ડે ફરતી

મોભે ચડતી મરશિયાં ગાતી પડતી આખડતી
સહજ ભાવે ભીતર મળતી દીવાલો દળતી
ગીત ગજલ ની ગાડી મારી ગીત ગજલ ની ગાડી

હૈયો વલોવે  ઊંડે ઉતરતી હૈયાં દળતી ફરતી
ગીત ગજલ ની ગાડી મારી ગીત ગજલ ની ગાડી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements

ઉઠ્યો વાવણી નો વરાપ।………… [ ગીત ]
=============
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
પાણી ઉપરથી ખેચાયાં ઉભા ચાસમાં
શમણાના વાવેતર ધોરિયો ઉગાડે હળોતમાં
ઢગની આશે ખળૂ ઉપણાય સુપડામાં

વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
હળુ હળુ ગાડુ આવે ભોર ભરી નેળિયામાં
સીમ ઠલવાઈ પાદરે મનસુબો ઘર માંડવામાં
પગથારે આયખુ દોડે,ભાતીગળ ભવની કિનારમા

સ્વપ્નો ઉગ્યાં અનરાધાર આશના વરસમાં
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
બળદો ના ગુન્ગરે પથરાતુ વૈકુઠ ખેતરમાં
શ્રાવણના છરવટી છાંટે ભાગી તરસ મીઠાસમાં

પાણી પીએ દિવસો,ઉનાળી તરસ લૈ સાથમાં
માટીના ઢેફાની સુઘંધ વરસાદી ફોરામાં રેલાય
રોમ રોમ ચુગ્યું શ્રાવણી સંધ્યાનું મેઘ ધનુષી વ્હાલ
દૂર ક્ષિતિજે સુરજ ડૂબવાનો આવે દૂત નો  અવાજ

લાલીમાં પથરાઈ આખી સીમમાં
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

 

સાસુ વહુ નો સમાજ……………….. -ગીત]
===========
એક મ્યાનમાં બે તલવાર
સાસુ વહુનો વહેવાર
ઘરનો અરીસો સંસાર
અરીસો ઘર ની બહાર
સાસુ વહુ નો વહેવાર

સ્નેહના સબધે દરાર
સાસુ વહુનો વહેવાર
સહોદરે જુદાઈનો  આધાર
સારાણે ચડે વહુનાં હથીયાર
જર જમીનના જુવારે દરાર

ટૂકડા ના દાવેદાર બરકરાર
જમીન,જાયદાતે ઘર ધરાર
સાસુ વહુનાં વહેવારે વાર
સબંધે બારમે ચન્દ્ર નાં દ્વાર
ગળથુથી છૂટે મીઠાસ ધરાર
સાસુ વહુનો કાયમી સદાચાર

આ જન્મે સાસુ વહુ ભેગા જમસે ?
એક સવાલ ? છે  યુગને પડકાર

દહેજ આગની ભઠ્ઠી ની ભરમાર
પ્રજ્વ્લાવે ફૂકી સાસરીનાં નર નાર
સસુરાલની સીડીઓ કાંટાની ધાર
બાપનુંદિલ બળે વણ અગ્નિએ ધરાર

સાસુ વહુનો વહેવાર કાંટાળો કરાર
વહુ એક’ દિ’ બનસે સાસ ધરાર
વળતો પામછે જવાબ બરકરાર
સંભળાસે મરશિયા જનાબ એ સાર
સસુ વહુના સહવાસે સંસાર ધરાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ………………. [ગીત ]
==============
ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ
મોકલેલ સંકેતો પહેલેથી પીછાણીએ
ભૂખંડે ,આફતોના અણસાર વાંચીએ
અગાઉથી,દીધેલ સંદેશા,જાણી પિછાણીએ

કો’દી લાઠી, પકડી કયો ? એને,ખુદ,હાથે,
સંકેતો ,અગાઉથી, મુક્યા છે ,સૌ ,માથે ,
ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ
સંકેતો પહેલેથી પીછાણીએ

કાળના, કટકાઓ ,નિહાળીએ
સમયને,વેતર્યો  છે વિચારીએ
ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ
સંકેતો પહેલેથી પીછાણીએ

કુદરતી ,આફતોમાં ઈશ્વરને વાંચીએ
સુનામી,ભુપક્મ્પો ,જ્વાલા મુખીઓ ,ચક્રવાતે
ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ
સંકેતો પહેલેથી પીછાણીએ

જાપાનીઓ ,અમ્રેકીઓ ,પાક, કે, હિન્દી ભાસીઓ
ભૂખડે,ભૂતળે,વસતા,દુનિયાના દેશ વાસીઓ
ભાઈ ઈશ્વર ને આપણ જાણીએ
સંકેતો પહેલેથી પીછાણીએ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

નથી મારે સંતાવું [ગીત ]

નથી મારે સંતાવું ……………….[ગીત ]
==============
નથી રે સંતાવું
દ્વાર ઉગડી અવતાર આખોય બતાવું
દ્વાર ઉગડી અવતાર આખોય બતાવું ,
નથી રે સંતાવું

દીધેલ,ધખારે હરરોજ ખુપતાં
જાતને ,એમ દરરોજ,પૂછતાં
શાને શબ્દોની શરારતે,ઉતર્યા
સરવાળે શૂન્યની ‘ષેશે ઉભર્યા
નથી રે સંતાવું

દ્વાર ઉગડી અવતાર આખોય બતાવું ,
દ્વાર ઉગડી અવતાર આખોય બતાવું ,
નથી રે સંતાવું

પ્રયચીત ના દરિયામાં છે ન્હાવું,
કોઈ ક ખોટું કર્યાનુ, છે પસ્તાવું
હવે, ભાર,નું, છે,પોટલું ઉતારવું
સરવાળે શેષના બંધને ,બંધાવું
નથી રે સંતાવું

દ્વાર ઉગડી ને અવતાર આખોય બતાવું ,
દ્વાર ઉગડી ને અવતાર આખોય બતાવું ,
નથી રે સંતાવું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ઢોલીયો ઢાળી ને બેસાડીએ ………. [ ગીત ]
=================
દરવાજે આવી ઇન્જાર ઉભો
આશાના  ઉભરાટે  જઇ ઉભો

હેતના ટકોરે દરવાજો ,ઉભો
દરવાજે આવી ઇન્જાર ઉભો
ભાવની ભૂગોળ અસમન્જનું ઉખાણું
ખરું ખોટું મીઠું હૈયાનું વલોણું વાલોવું
અતીત બોલે બાંધ્યુ છે લીસોટે નેતરું

ઉજાગરા,આશના,પીધા પોપણે
પથારીએ અનિદ્રાનું ડોલે આશાન ,
ઓરડે,વાલોવું એકાંતનું વલોણું
સ્વપ્નોને છળુ યાદોની આંગળીએ
ઉકાળું,અરમાનોનાં આધણ હાંડીએ

દરવાજે આવી ઇન્જાર ઉભો
આશાનાં  ઉભરાટે જઇ ઉભો

ન મળ્યાના ,ઉતારે ઝંખું  મંજિલ
વગોવણાં   હેત કરીને ,પોખીએ .
ભાળ, મળ્યાનો ‘ ભાં’ શીદને સંતાડીએ
આખે અખો,અવતાર,ઉલેચી બતાવીએ
આવોતો ઢોલીયો ઢાળી ને બેસાડીએ

દરવાજે આવી ઇન્જાર ઉભો
આશાનાં  ઉભરાટે જઇ ઉભો
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સ્વપ્નો ના શોધીએ ઈલાજ………….. ગીત
============
સ્વપ્નો ના શોધીએ ઈલાજ
જેની મહેલાતોમાં રમીએ છીએ રાસ
આયખામાં પોગર્યા લાઝામણી ના છોડ
બોલુતો રૂપ બદલાય આમ સહ્યું ન જાય
જોને લાજામ્ણીનું શું ક્હેવાય ?

પાણી ના પાઉં તો બળી જાય
જો અડકું તો શરમાય ને કરમાય
જો ઉખાડી ફેકુ સ્વપ્ને નન્દવાઉં
ને , જીવ હત્યાના પાપથી બંધાઉં
દૂર રહી ને જોઉં તો , હું , કર્માઉ
આ લજામણી નું શું કહેવાય ?

રોજ સ્વપ્નો ની ઘંટીએ દળાઉ
લોટ મો ,દમ મળે નહી ને તોયે જીવાય
જીવ આખોય સ્વપનો ની ઘંટીએ ગળાય
ધુવાડે બચકા થી થોડો આ પેટ ભરાય ?
લજામણીનાં ખેલથી થોડું જીવાય ?

સ્વપ્નો કાપું તો લોહીની અણદેખી ધાર
લોહીમાં ભળીછે આ લાઝામણી ભરમાર
દેખું ને દાઝું ,કેમ કરું ,જુદાઈની વાત
જીવને આભડી ગઈ સ્વપ્નોની કજાત
લાગણી લાઝામણી શું કહેવાય ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ઉગડેલી ઉસંગાઈની ભાત , ……………… ગીત
==========
ઉગડેલી ઉસંગાઈની ભાત ,
ચારે બાજુનાં શમણાંની અધવચ્ચે મુઈ બતાવે જાત
એને કોઠે પડી ગયા ની વાત
સ્વપ્નો દેખાડી ઉજાગરા કરાવે
નાંધારા નેવે નીર ઉચાળે
ઉગડેલી ઉસંગાઈની ભાત ,

રાતના એકાંતના વિસામા દેખાડે
અજણ્યા મુલકના અવતારી દેખાડે
મારી નીંદરને એવી તે રમાડે
સાવ લોથ પોથ, થયેલો હોઉં તોયે પથારી ઉપાડે
સ્વપ્નો બની ઉજાગરો કરાવે,
ઉગડેલી ઉસંગાઈની ભાત ,

વિચારોના વન મહી ઘુચવાયા એના પડઘા અકળાવે
ભાઈ જન્મારાનું , ભૂત ધુણાવે
કોઈ નાડ્યાની વાત વચાળે
પીગળી પીગાળી ઝારણે ગળાવે
ઉગડેલી ઉસંગાઈની ભાત ,
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

મારું બદલાયું છે ગામ [ ગીત ]
============
સૈયર કેરા કોલ શોધે ગામની ભાગોળ
વગડો થઇ ગયો ખેતર,શોધી જડે ન સીમ
માનવ ઝુંડે ગોચર થયાં ગામ
ખોવાયાં ગોચારીયાળાં ગામ
શૈશવ શોધે,ગીલીડંડાનાં ઠામ
ભુ સાઈ ચાલ્યાં પાદર વાળાં ગામ

કીડીયારું ઉભરાય માનવોનું
ઉદ્યોગપતી બનવા ખેડુ છોડે વેળુ
યંત્રોએ ઉપજાવ્યા છે કોઈ દાણ ?
શોધે ખેતરોમાં નિત નવો નિશાન
ભોમના પેટની ખોઇ પહેચાન
ગામની બદલાઈ છે પહેચાન

બુદ્ધિનો બહુબળે નિત નવા મુકામ
સમજાણી ખરી કીમત માં ભોમની
દુકાળે ઓળખાય અન્નની ઉજાણી
અજ્ઞાને માં ભોમ ખેડું હાથે લુટાણી
ભોમના પેટની ખોઇ પહેચાન
ગામની બદલાઈ છે પહેચાન
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વિચારો ……………………… ગીત
=======
વિચારો આવન જાવનના હીચકા
વિચારો મન મંદિરે ફરતા ને જાતને જોતરી ,
ઉચી નીચી કરતા

કોદી, મીઠી ભાવનાઓ ભરી, હળું હળું, વિહરે
તો કોદી જાતને આખે આખી વિટમબણાના વીષ માં જબોળી દ્ઝ્વે
વિચારો ક્યાં કુળના વંશજ

લથબથ લાગણીએ વાગોળે
હરખ, શોક, સુખ , દુખ, કામ ,ક્રોધ ને ભાવાવેશના ભંડારો
મન, વિચલિત કરી, દર્બુદ્ધીએ ધાર્યું કરાવે

વિચારો ક્યા કૂળના રખેવાળ
મગજ માલિકી પણાના, અસવાર
પ્રાણ  છે ત્યો લગીના તમે સાથી સહોદર

લાગણી માલિકીના વારસદાર
ફૂલ જેવા ક્યારે બનશો સરદાર
બુદ્ધિ  છેદન હાર

ડંખે સવાલો અણિયાળા
ખુલ્લા મેદાને પગ વિહોણા પગ પાળા
વિચારો વહાણ વિનાના વર્તારા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ